ગઢવી સમાજનું ગૌરવ : મેઘા સંજયભાઈ ગઢવી

Charan samaj no gourav



શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ એમ.એસ.સી.માઇક્રો બાયોલોજી ની લેવાયેલ પરીક્ષામાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંકે *મેઘા સંજયકુમાર ગઢવી ઉતીર્ણ થઈ ગોલ્ડ મેડલ | c મેળવેલ છે* . તા .૨૧ / ૦૭ / ૨૦૨૧ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ . દ્વારા યોજવામાં આવેલ પદવીદાન સમારોહમાં માન.મુખ્ય મંત્રી શ્રી ની ઉપસ્થિતિમાં ગઢવી મેઘા ને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવેલ . મેઘા ગઢવી પ્રથમ થી જ અભ્યાસમાં ખુબ તેજસ્વી પ્રતિભા ધરાવે છે અને ધોરણ ૧ થી એમ.એસ.સી. સુધી ફર્સટ કલાસ વિથ ડીસ્ટ્રીક્શન પાસ થયેલ છે . તેમના ઘણાં આર્ટિકલો ઇન્ટરનેશનલ જરનલમાં પ્રસિધ્ધ થયેલ છે . એમ.એસ.સી. અભ્યાસ દરમ્યાન તેઓએ જી - સેટ | C ની પરીક્ષા પાસ કરેલ છે . ગઢવી મેઘા ના પિતા સંજયકુમાર હિમંતદાન ગઢવી જુનાગઢ પોલીસ બેડામાં એ.એસ.આઇ. તરીકે નાયબ પોલીસ અધિક્ષક જુનાગઢની કચેરીમાં ફરજ બજાવતા હોય તેઓની પુત્રી એ મેળવેલ જ્વલંત સફળતા બદલ સમગ્ર જુનાગઢ જીલ્લા પોલીસ પરીવાર તેમજ ગઢવી સમાજનું ગૌરવ વધારેલ છે .


*ચારણત્વ બ્લોગ પર જોવા માટે :-*

http://charantva.blogspot.com/2021/07/blog-post_23.html


           *વંદે સોનલ માતરમ*