કોટે મોર કણક્યા, વાદળ ચમકી વીજ
મારા રૂદા ને રાણો સાંભળે, આવિ અષાઢી બીજ
આભે ધારાળા ઝીકિયા, વાદળ ચમકી વીજ
મારા રૂદા ને રાણો સાંભળે, આવિ અષાઢી બીજ
મત લવ્ય મત લવ્ય મોરલા, લવતો આઘો જા
એક તો ઓઢો અણોહરો, ઉપર તોજી ઘા
દાડી ચડતી ડુંગરે, દલના કરીને દોર
ઝાડવે ઝાડવે જિંગોરતાં, કેતાક ઉડાડું મોર
સામી ધાર દિવા બળે, વીજળી ચમક ભળા
ઓઢો આજ અણોહરો,હોથલ ને ધરા
આવન પંખી ઉડીયા, નહીં સગડ નહીં પાર
હોથલ હાલી ભોંયરે, ઓઢો તો જુવાર
ગર મોરાં વન કુંજરા, આંબા ડાળ સુવા
સજણરો કવચન, જનમધર વિહરશે ભુવા
ખેરી બુરી ને બાવરી, ફૂલ કંઢા ને કખ
હોથલ હલી કછડે, જીતે માડુ સવાયા લાખ
કનડે મોતી નીપજે, કચ્છમેં થીયેતા મઠ
હોથલ જેડી પદમણી, કચ્છમેં નેણ ન દઠ
ગેલી મ થા ગેલડી, લાંબા ન બાંધ દોર
ગાળે ગાળે ગળકશે, તું કેતાક ઉડાડીશ મોર
ચિઠ્ઠીયું લખિયલ ચાર, હોથલ જે હથડે
ઓઢા વાંચી નિહાર, અસાંજો નેડો એતરો
ભૂંડું લાગે ભોંયરૂ, ધરતી ખાવા ધાય
ઓઢા વણનાં એકલા, કનડે કેમ રેવાય
0 Comments
Post a Comment