ગુરુપૂર્ણિમાનાં પાવન દિવસ પર હાર્દિક શુભેચ્છાઓ..
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ
ગુરુ સાક્ષાત પરિ બ્રહ્મ તસમે ગુરુવે નમ:
આપણે માણસ માત્ર એક શરીર ન હોઇ તેનાથી વિશેષ એક અનંત, અમાપ અને અસીમ ઉર્જા, ચેતના છીંએ.
વાહ્ય રીતે આ બાબતો આપણે અનુભવી શકતા નથી તેમજ જાણી પણ શકતા નથી. આપણને આપણા ભોતિક શરીરનો જ બોધ હોય છે, એના સિવાયનો આપણો સમગ્ર અસિતત્વ અંધકારમા રહે છે.
આ અંધકાર દુર કરનાર એક જ પાત્ર છે અને તે છે ગુરુ, સદગુરુ.
ગુરુ એટલે મોટો... જેની પાસે આપણે લધુ બની શકીએ તે ગુરુ. લધુ બનવાથી વિભુ દ્વારા આપણને અસીમ જ્ઞાન, ધ્યાન અને અભૌતિક સંપદાઓ પ્રાપ્ત થાય છે.
આજના ગુરુપૂર્ણિમાના શુભ દિવસે આપણે સૌ તિમિર છોડી પ્રકાશ તરફ આગળ વધીએ એવી શુભકામનાઓ.. 🌹
- દશરથદાન ગઢવી, થરાદ
0 Comments
Post a Comment