▪️વિશ્વ ફ્રેન્ડશીપ ડે પર આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ..
આજના દિવસને વિશ્વ મૈત્રી દિવસ તરીકે ઉજવાય છે.
સંસારના તમામ સબંધોમાં આ દોસ્તી, મૈત્રીનો નાતો સાવ અલગારો રહ્યો છે, અનુઠો રહ્યો છે.
માતા-પિતા, ભાઇ, બહેન કે પરિવારના કોઇ સ્વજનને જે મુંઝવણ ન કહેવાય તે આપ આપના મિત્ર પાસે નિસંકોચ કહી શકો છો, એવો એક પાવનતમ મૈત્રીનો નાતો રહ્યો છે. વર્તમાન સમયે માનવીય મનોદશા સંકુચિત થતાં અન્ય સબંધોની જેમ મૈત્રી પર પણ લુણો લાગ્યો છે, આ સબંધ પણ ધીરે ધીરે મનુષ્ય સમાજ માંથી ઓછો થતો જાય છે.
આજના વિશ્વ મૈત્રી દિવસ પર આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.. ચાલો સુકાઇ રહેલી મૈત્રીની વેલને પર નવપલ્લવિત કરીએ...
▪️ દશરથદાન ગઢવી
0 Comments
Post a Comment