▪️સ્વાતંત્ર્ય દિવસ પર હાર્દિક શુભકામનાઓ.... 

Hapoy independence day 2021


▪️એક સમયનો બળવાન, બુધ્ધિમાન, વિશ્વ વિદ્વાન અને અક્ષય સંપત્તિનો ભંડાર કહેવાતો આપણો દેશ, વિદેશીઓની મેલી મુરાદનો શિકાર બન્યો.


 ▪️ધંધાર્થે ભારત આવેલા અંગ્રેજોએ વર્ષો સુધી આપણી પર રાજ કર્યો... ભારતીયોના જાણે હિર સુકાઇ ગયા હોય તેમ મડદાલ સૌ મુંગે મોંએ ગુલામી વેઠવા લાગ્યાં.


▪️એવામા પુનઃ માં ભારતીના પુણ્ય પ્રતાપે ભારતના ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વિર પુત્ર-રત્નો પ્રગટ થવા લાગ્યા... 


 ▪️ વંદનીય ગાંધીજી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, લાલા લજપતરાય, લોક માન્ય તિલક, બાલ ગંગાધર તિલક જેવા નામી અનામી હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ વીર ભગતસિંહ જેવા અંગ્રેજોના છક્કા છોડાવતા ભડવીરોના પ્રતાપે આપણો ભારત દેશ અંગ્રેજોની ચુંગાલ થી મુક્ત થયો. આ મુકિત બહુ સુખદ હતી અને આજે પણ એટલીજ સુખદ લાગે છે... 


  ▪️દેશ ની આઝાદમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર હર એક નરપુંગવને વંદન.. 


જય હિંદ

જય ભારત 


- દશરથદાન ગઢવી, થરાદ 


~~~~~~~~~~~~~~~~