*Congratulations...*
*ખુબ ખુબ અભિનંદન...*
*ચારણ દિકરીઓને સન્માનવા માટે ચારણ પ્રતિભા મેગેઝિન દ્વારા વર્ષ 2021મા વેશભૂષા સ્પર્ધાનો આયોજન કરવામા આવેલ છે. આ સ્પર્ધામાં બે વિભાગોમા દિકરીઓ ભાગ લઇ શકે છે. ગૃપ A મા 1 થી 5 વર્ષની દિકરીઓ અને ગૃપ B મા 6 થી 11 વર્ષની દિકરીઓ સહભાગી થઈ શકે છે.*
*આ સ્પર્ધાના પ્રથમ મહિનામા ચારણ સમાજમાંથી બહુજ સરસ પ્રતિભાવ મળ્યો છે. આ મહિનામા 35 જેટલી એન્ટ્રીઓ અમને મળી છે.*
*આ સ્પર્ધાની નિર્ણાયક બહેનોએ ઉપરોક્ત એન્ટ્રીઓ પૈકી બંન્ને ગૃપની ત્રણ ત્રણ શ્રેષ્ઠ એન્ટ્રીને ઓગસ્ટ માસની શ્રેષ્ઠ એન્ટ્રીઓને જાહેર કરેલ છે, આ તમામ દિકરીઓને તેમજ તેમની મમ્મીઓને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ...*
*આજની શ્રેષ્ઠ વેશભૂષામા પસંદગી પામેલી એન્ટ્રીઓ સિવાયની દિકરીઓ ફરી પોતાના વેશભૂષા સાથેના ફોટાઓ મોકલી શકે છે. આ સ્પર્ધાએક વર્ષની છે.*
*આજે પસંદગી પામેલ દિકરીઓના સહભાગી થયા અંગેના પ્રમાણપત્ર તૈયાર થશે એટલે તેમના ઘેર પહોંચાડવામા આવશે... અગામી ચારણ-પ્રતિભા અંકમા આ દિકરીઓની પરિચય-સ્ટોરી પ્રસિદ્ધ કરવામા આવશે.*
*પુનઃ તમામ વિજેતા દિકરીઓને અને તેમના મમ્મી પપ્પાને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ..*👍🌹
0 Comments
Post a Comment