![]() |
Play video |
વાવાઝોડા ‘તૌક્તે’ 19 મેના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકશે તેવી શક્યતા છે. ત્યારે તોફાનની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા વેરાવળ, પોરબંદર, ભાણવડ, સલાયા, દ્વારકા, જામનગર, મોરબી, કુડામાં જોવા મળશે. જ્યારે વધુ એસર કચ્છના માંડવી, ગાંધીધામ, નલીયા, ભાડલી, રાપર, ખાવડા, લખપતમાં અસર જોવા મળશે.
આ વાવાઝોડું એક દિશામાં જશે ત્યારે ઓમાન તરફ ફંટાય તેવી સંભાવના છે, પરંતુ તે દક્ષિણ પાકિસ્તાન તરફ જવાની પણ અપેક્ષા છે.ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના ભાગને અસર થઈ શકે છે. નીચા દબાણનું નિર્માણ થાય તે પછી જ તેની દિશા વિશે કંઇક કહી શકાય. 14 મેના નીચા દબાણ પછી, લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટકના કાંઠાળ વિસ્તારો, તમિળનાડુના ઘાટ અને મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.
આ વાવાજોડું વર્ષ 2021 પહેલાં ‘તૌક્તે’ આ નામ મ્યાનમાર દ્વારા અપાયેલું છે વાવાઝોડાની શક્યતા પ્રવર્તતી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 14 મેની સવારથી જ દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં નીચા દબાણની આગાહી કરવામાં આવી છે કે 15 મેના રોજ પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાય અને ઉત્તર-પશ્ચિમ દિશામાં ખસેડવામાં આવે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 19-20 મેના રોજ ગુજરાતને ‘તૌક્તે’ વાગવાની સંભાવના છે અને 35-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
હવામાન વિભાગે તરફથી 19-20 મેના રોજ ગુજરાતમાં વાવાઝોડું ભારે પવન સાથે ટોચ પર પહોંચશે અને 35-40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન પહોંચશે. વર્ષ 2021 નું આ પ્રથમ વાવાઝોડું છે અને તેનું નામ મ્યાનમાર દ્વારા ટોકતે રાખવામાં આવ્યું છે. જો કે, તે સ્પષ્ટ નથી થઈ શક્યું કે તોફાન કઈ દિશામાં આગળ વધશે.
આ વર્ષનું પહેલુ વાવાઝોડું 20 મેના રોજ ગુજરાતના કચ્છ વિસ્તારમાંથી પસાર થઈ શકે છે
વાવાઝોડાંના કારણે ગુજરાતમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે
0 Comments
Post a Comment