આઈમા વેગે આવજો
રાગ- હાલ્ય માડી દે એક હોકારો
ભીમરાણે જગદંબ ભજાળી પોગજો વેગે આજ પ્રેમાળી ત્રેનલોકો ને તારવાવાળી આઈમા વેગે આવજો ....
બાળ રૂવે બાઈ આજ તમારા
સાદ સુણો માત આજ અમારા દેવા માડી પ્રેમથી ડારા .
આઈમા વેગે આવજો ....
.… ભીમરાણે જગદંબ ...
રમવા મેડે આવતી માતા
વરસાવે વ્હાલપ વિધાતા
દરશને સૌ દુઃખડા જાતા
આઈમા વેગે આવજો ....
ભીમરાણે જગદંબ ...
ચિલા ચુક્યા બાળ તમારા
ઢગલા થ્યા છે ભુલ્યના ભારા
માર્ગ બતાવો સત્ના સારા
આઈમા વેગે આવજો .... ...
ભીમરાણે જગદંબ ...
દુ:ખ બધા તુ દળજે બાઈ
આશરો તોળો એક છે. આઈ ‘‘બુદહી કાળુ’’ ગુણલા ગાઈ આઈમા વેગે આવજો...
ભીમરાણે જગદંબ ...
0 Comments
Post a Comment