મુરતી છે રે મમતાળી રે સોનલમા ની 

મુરતી છે મમતાળી 

મઢડે બેઠીછે દયાળી રે સોનલમા ની 

મુરતી છે મમતાળી (ટેક) 

Sonal maa ni murti


મોડ ઘરે તમે અવતર્યા છો આઈ

 સત નો મારગ બતાવ્યો છે માઈ 

હે... તમે નવલક્ષ આપનારા રે સોનલમા ની મુરતી છે મમતાળી 


માનવો જે દી સત ચુકવાને લાગ્યા 

પરભવના જોને પાપ એવા જાગ્યા

હે... તોળી હાકલે ભવદુખ ભાગ્યા રે સોનલમા ની મુરતી છે મમતાળી 


અંધશ્રદ્ધા ને આઈ આપી તિલાંજલિ 

બાધા આખડીયુ ને અટકાવી પશુ બલી 

હે...તમે ભક્તિ નો મારગ બતાવ્યો રે સોનલમા ની મુરતી છે મમતાળી 


જ્યોત જગાવી તમે ભણતર કેરી 

દુખ દારીદ્ર આઈમા લીધુ તમે હેરી 

હે... તમે આખી અવની દીધી અજવાળી સોનલમા ની મુરતી છે મમતાળી 


"નવલ" વંદે તુંને નિત્ય હાથ જોડી 

ભવ કેરા ફદ આઈ નાખજો તોડી

હે...તમે હવમી વેળાએ થાઓ હામી સોનલમા ની મુરતી છે મમતાળી 


મુરતી છે મમતાળી રે સોનલમા ની મુરતી છે મમતાળી 

મઢડે બેઠીછે દયાળી રે સોનલમા ની મુરતી છે મમતાળી 


*રચયતા -નવઘણસિંહ વાઘેલા*

*૯૮૯૮૫૨૯૮૫૮*