રૂડો ઘડેલ રોટલો, ભાત માં જો માત.
આવીને માંગશે આમ તો,તનતોડીને તાત.
ધીંગી ધરાને ધાવીને.
અઢળક પાકેલ અન્ન.
વૈતરું અમે વાવીને.
પ્રસન્ન રાખેલ મન.
શેકેલ માથે ચુલડો, પુણ્ય શેકી પ્રતાપ.
રૂડો ઘડેલ રોટલો, ભાત માં જો માત.
બહું બળુંકો બાજરો.
ને બહું બહુ દેતો બળ.
મસળી મીઠું કણકો.
મેળવ્યા માંયે જળ.
પીંડો ભુવન ફરતો, આ હેતાળ તારો હાથ.
રૂડો ઘડેલ રોટલો, ભાત માં જો માત.
તપી ગયેલ તાવડી.
ને માડી તપ્યા તારા ભાલ.
બળતણ માડી સંકોરતી.
કરચલી તપે ગાલ.
કેટલાં જોયાં પ્રભાત આવી કેટલી જોયી રાત?
પહેરી, રામ લખેલ વીંટલી.
મા ભકતી રોટલે ચિતરી.
અદભુત ફરતી આંગળી.
'દેવ' ઘડયો માયે પ્રિતથી.
ઉરથી રૂડો ઉભર્યો, ને રુડી ઉપચી ભાત.
રૂડો ઘડેલ રોટલો, ભાત માં જો માત.
આવીને માંગશે આમ તો,તનતોડીને તાત.
દેવાયત ભમ્મર:-✍️✍️
0 Comments
Post a Comment