સંક્ષિપ્ત પરિચય
અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા
 ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄
ચારણ સમાજના હિતને લઇ કામ કરતું એક રાષ્ટ્રીય સંગઠન છે, અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા.
આ સંગઠનની હાલ ત્રણ પાંખ કાર્યરત છે. એક મુખ્ય સંગઠન બીજું અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા તેમજ ત્રીજું અખિલ ભારતીય ચારણ ગઢવી મહિલા સભા.
સંગઠનની આ ત્રણેય પાંખો દ્વારા આખા ભારત દેશમાં સારો કામ થઈ રહ્યું છે. રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને દિલ્હી જેવા ચારણ-ગઢવી મૂળ નિવાસી પ્રદેશોમાં આ સંગઠનની કાર્યકારી સમિતિઓ રચાઈ ગઈ છે તેમજ સંગઠન કાર્યરત થઇ ગયો છે.
ગુજરાતમાં અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવાના અધ્યક્ષ શ્રી રવિરાજભાઈ મુકેશભાઈ ગઢવી છે. ગુજરાત રાજ્યની કારોબારીમાં સમાજના વિશેષ સમાજ-પ્રેમી યુવાઓ જોડાયેલા છે તેમજ સૌ ઉત્સાહથી કામ પણ કરે છે.
ગુજરાતના દરેક જિલ્લાઓમાં તેમજ તાલુકાઓમાં કાર્યકારિણી સમિતિઓની રચનાઓ થઈ ગયેલ છે. આ સંગઠન દ્વારા મુન્દ્રા ચારણ યુવાનોની હત્યાના ન્યાય માટે પણ નોંધપાત્ર કામ કરેલ છે. ગુજરાતના દરેક સેન્ટર પર સંગઠન દ્વારા આવેદનપત્ર આપી ત્વરીત ન્યાયની માંગ કરાઇ હતી.
આ સંગઠન દ્વારા કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ હોવાથી સમાજના વિદ્યાર્થીઓને ધોરણ ૧૦નો ઓનલાઈન શિક્ષણ આપવામા આવ્યુ છે અને તે શિક્ષણ કાર્ય હજુ પણ ચાલુ છે. આ ઓનલાઇન શિક્ષણ નું મેનેજમેન્ટ ગુજરાત મિડિયા તેમજ સંપર્ક પ્રભારી દશરથદાન ગઢવી સંભાળી રહ્યા છે. છેલ્લા ૭ માસથી બહુજ સારી રીતે કાયમી ઓનલાઈન ક્લાસ લેવામાં આવે છે. આ ઓનલાઈન શિક્ષણ કાર્યમા આપણા સમાજના સારસ્વત બંધુઓ/બહેનો શ્રીમતી પુનમબેન ગઢવી, શ્રી ભાવેશભાઈ ગઢવી, શ્રી પારસભાઇ ગઢવી, શ્રી કુલદીપદાન ગઢવી, શ્રી રમેશદાન ગઢવી તેમજ શ્રી અરવિંદભાઇ ગઢવીએ સુંદર સેવાઓ આપેલ છે. આ સુંદર અને શ્રેષ્ઠ સામાજિક કાર્યમાં શ્રીમતી પુનમબેન ગઢવી તેમજ શ્રી ભાવેશભાઈ ગઢવીએ એક પણ દિવસ છોડ્યા વિના છેલ્લા સાત મહિનાથી આજ દિન સુધી પોતાના કૌશલનો લાભ આપણા સમાજ ના બાળકોને અવિરત આપેલ છે. તેમના આ કાર્ય ની સમાજ સદૈવ નોંધ લેશે.
છેલ્લા છ માસમા ગુજરાત યુવા પાંખ દ્વારા ઉમદા અને સારા કહી શકાય એવા કાર્ય કરવામાં આવી રહ્યા છે. મહાન ક્રાંતિકારી કેસરીસિંહ બારહઠ જયંતિ, ઋષિ કવિ પદ્મશ્રી કાગ બાપુની જયંતી, શ્રી કરણી મા જયંતી, સોનલ માં જયંતિ વગેરે કાર્યક્રમોમા આ સંગઠન દ્વારા સફળ રીતે ઉજવવામાં આવ્યા છે.
આ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી હિંગળાજદાન નાદિયા એ ઉર્જાવાન અને સંવેદનશીલ સમાજ કર્મી છે. તેમણે સોનલ બીજ પર મધ્યપ્રદેશ ખાતે હાજરી આપી હતી અને ત્યાંના હોદેદારોને મળી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. સંગઠનના આ પ્રવાસ દરમિયાન તેમની સાથે રાષ્ટ્રીય પ્રવક્તા અવધેશ દેવલ તેમજ રાષ્ટ્રીય કાર્યાલય પ્રભારી મહેદ્રસા બારહઠ પણ જોડાયા હતા.
આ સિવાય મુંદ્રા ઘટનાના પિડિત પરિવારને મળવા સંગઠનના રાષ્ટ્રીય પ્રભારી બાબુદાન દેવલ કચ્છના સમાઘોઘા ગામની મુલાકાત લીધી હતી તેમજ પિડિત પરિવારને હૈયા ધારણા આપી હતી. તાજેતરમાં યોજાયેલ કાગ એવોર્ડ કાર્યક્રમમાં પણ સંગઠનના પ્રતિનિધિ તરીકે મહેન્દ્રાસાએ હાજરી આપી હતી.
સંગઠન દ્વારા અઠવાડીક /પખવાડીક ઓનલાઈન મિટિંગ યોજવામાં આવે છે જેમાં દેશના મૂર્ધન્ય ચારણોના વક્તવ્ય રખાય છે તેમજ સંગઠનના કાર્યોની ચર્ચાઓ પણ કરવામા આવે છે. આ મિટિંગમાં દેશના તમામ રાજ્યોના હોદેદારો જોડાય છે.
અખિલ ભારતીય ચારણ ગઢવી મહિલા સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી ચંદ્રીકાબેન ગઢવી છે તેમજ ગુજરાત ના અધ્યક્ષ શ્રીમતી ધનેશ્વરીબેન પ્રવિણદાન ગઢવી છે. આ બહેનોના નેતૃત્વમાં સમાજમાં અપૂર્વ કહી શકાય તેવા કાર્યો થઈ રહ્યા છે. આ મહિલા પાંખ દ્વારા હરિરસ પરાયણની સુંદર શરૂઆત કરવામા આવી છે. આ કાર્યક્રમ પંચમહાલ, મોરબી, ગાંધીનગર, રાજકોટ ખાતે સમયાંતરે યોજાતા રહે છે. મહિલા પાંખ દ્વારા ફાળો એકત્રિત કરી સદગત ઘનશયામભાઇ કવિના ધર્મપત્નીનું આર્થિક સન્માન પણ કરવામા આવ્યુ હતુ. આ સિવાય સુરતના એક હોનહાર યુવા રવિ કેસરિયા જેને અકસ્માતમાં મોટી શારીરિક ખોડ થયેલ છે તેમની મુલાકાત લઈને મદદરૂપ થવા કોશિશ કરવામાં આવી હતી.
આ સંગઠના મુખ્ય પાંખના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સી. ડી. દેવલ સાહેબ તેમજ કાર્યકારી અધ્યક્ષ શ્રી ઓન્કારસિંહજી લખાવત સાહેબ છે. શ્રી યોગેશભાઇ બોક્ષા આ સંગઠનના રાષ્ટ્રીય પ્રભારી છે.
આલેખન -
દશરથદાન ગઢવી, થરાદ
પ્રભારી- મિડીયા તેમજ જન સંપર્ક, ગુજરાત
કોર્ડિનેટર - ઓનલાઈન એજ્યુકેશન
MO - 8733864104
તારીખ - ૨૪/૦૩/૨૦૨૧
 ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄
0 Comments
Post a Comment