હાલને સૈયર ગામડામાં જાઈએ...
રણઝણતો રાહડો ગાવાને હાલને સૈયર ગામડામાં જાઈએ ...
ખળખળતા ઝરણામાં ન્હાવાને હાલને સૈયર ગામડામાં જાઈએ ...
ડેલીએ બેઠેલ ઓલા ડાયરામાં મોભીનો માભો શું લાગશે ,
ધોળાફૂલ કેડિયામાં , ચોરણીમાં , મૂછોમાં મરકંતો ભાભો શું તાગશે,
ઘૂંઘટમાં શરમાતાં નેણોનાં તીર લીલી મહેંદીનો રંગ લાલ લાગશે ,
આંખ્યું નચાવીને ગીત નવાં ગાવારે રાહડામાં રંગ નવો જામશે ,
ભીત્યુંના થાપાને અડવાને ....
ધબકંતા ટહુકાને લેવાને ....
હાલને સૈયર ગામડામાં જાઈએ ...
રણઝણતી ઘૂઘરિયું પગમાં ઝમકંતી હેમની હેલ ઝીણું બોલે ,
ચસચસતી ચોરણીને આંટિયાળી પાઘડીમાં બાંકો જુવાન કેવો ડોલે
શેઢે ઊગેલ પીળા રાયડાનાં ફૂલ કાંઈ ઝમ્મક ઝમ ચડતાં ઈ ઝોલે
લીલી વનરાયુંમાં આવીજા ફરવાને વનરાયું વાત બધી ખોલે ,
દલડાની વાતુંને ભરવાને ....
માટીની સોડમમાં ફરવાને .....
હાલને સૈયર ગામડામાં જાઈએ ..
#ગામડું
#ગીર
#કાઠિયાવાડી
નરેશભાઇ દાફડા લોકસાહીતયકાર સુરત
7041363638
0 Comments
Post a Comment