.......ભાવ....
ભજા તોય ભેળીયા વાળી
રાગ..કલાઈડો માઢ
![]() |
Play video |
કાળી અંધારી કાંઈ સુઝે નહી વર્ણ માથે પડી રાત.
એ...જાગતી જયોતુ મઢડા ટીંબે આઈ ઉગી પરભાત.
લાખાશીર લોબડીયાળી ભજા તોય ભેળીયા વાળી.
સોનલ મા આભ કપાળી ભજા તોય ભેળીયા વાળી.
ચારણો ના સત છુટવા લાગ્યા પાપ નો થ્યો પેસાર.
એ..કળિયુગ સામે માવડી કીધો તે સિંહ સ્વરે હુંકાર.
ઊભી આખા જુગને ખાળીભજુ તોય ભેળીયા વાળી.
સોનલ મા આભ કપાળી ભજા તોય ભેળીયા વાળી.
મઢડે જેદી નોતર્યા માડી ચારણ શાખ પ્રશાખ.
એ..રજ ઊડી અને ભાણ ઢંકાણો એની સુરજ પુરે શાખ.
વિશોત્રય નાત ઉજળી ભજા તોય ભેળીયા વાળી.
સોનલ મા આભ કપાળી ભજા તોય ભેળીયા વાળી.
જુનાણે શારદ નોતરી માડી બાળ ભણે ભલી ભાત.
એ..અજયા બાળક કીધા અભય તે ઈ મોટી અખીયાત..
ઉગમણા ઓરડા વાળી ભજા તોય ભેળીયા વાળી.
સોનલ મા આભ કપાળી ભજા તોય ભેળીયા વાળી.
ઘોર અંધારા ઘુઘવે માડી નદી નાળે જળ થન્ન.
એ..એ વખતે માડી સાંભળી ને પોતે સેવકો ના વિઘન્ન.
પોગે ત્યા પગ પાળી ભજા તોય ભેળીયા વાળી.
સોનલ મા આભ કપાળી ભજા તોય ભેળીયા વાળી.
પાળીયો તે બહુ પ્રેમ થી માડી કોઈ પાળે નહી કાગ.
એ..કેતાક પુણ્યે માવડી મુ પર ઉર તારો અનુરાગ.
ઇતો તારૂં બિરદ સાંભળી ભજા તોય ભેળીયા વાળી.
સોનલ મા આભ કપાળી ભજા તોય ભેળીયા વાળી.
કવિ શ્રી કાગ બાપુ
0 Comments
Post a Comment