વરસાદ નુ સપાખરુ

ચડયા અષાઢી વાદળા કાળા દોવળા

 અંબરે શોભે. દશયુ ઓતરાદી માથે ઉછળ્યા દરાર. ઝીગોયા મોરલા માથે વાહરી મંડાણી ઝડી. એકધારી મેઘ રાજા મંડાણા અપાર




વ્રહમંડે ડિયા ઇન્દ્ર પડ તાળા પાણી વાળા. હાથી સોંઢ વાળા કાળા મંડાણા હિલ્લોળ. નગાંવાળા ધકયા ગાળા નદી નાળા ફાડી નાખ્યા. અળા મથે જળા દળા ફેલીયાં અતોળ.


હદા વાળા ત્રાહે પાળા સરીતા જોર મા હાલે. પાણીવાળા ખળકાળા એકધારા પાઢ. લોઢવા ઘૂંઘવા જાણે ગીતરા ઝકોળ લાગા. સાગરા મંડપે હાલયા જાવરા સમાઢ. 


ચોય દશયે ચાળ બાંધી મંડાણા ધરાકા શ્યામ. અવની હરખી થાટથાટે એકવાર. રાખશી ઘાટરા લોઢ ગલોટા મારવા લાગા. લોટપોટા થાવા લાગા બધા લારોલાર 


વ્રળકે વિજળી વળી બળકે ઘટા મા વેગે. ઝળકે પ્રભાકે જાણે હરીવાળા જાગ. પુરીયાં ધનુષા મેઘ રાજા વાળા લીલા પીળા. આભરો માડવો લાગ્યો શોભવા અથાગ. 



મંડાણા જળાંકા રાજા અળાંપે મ્જાદ મેલી. હડુડવા લાગા મેઘ ધારી ને હુલ્લાસ. પાતાળ ત્રોડવા જાણી ધરાકા રોપિયા પાગા. એવા થાવા લાગા મોટા કડાકા આકાશ. 



ઘટા રિંછાવાળા ધોળા પાડવાળા ટુંક ધૈર્યા. ભર્યા જળા વાળા નવે ખંડા ભરપૂર. રિયણે લીલાણી ભાળી પશુ પંખી થીયા રાજી. નરા માલધારી મોઢે વધ્યા ઝાઝા નુર. 



કિયાંથી વાદળા મળ્યા વિજળી વ્રળકી કયાંથી? કિયાંથી ગર્જના વાગી આપરે કરાર. ભાળી વ્રસા રૂતુ માંહી એની કળા નેણા ભરી એવી લીલા હરી તણી ઘણી છે અપાર 

રચના.. ગીગા ભગત.. ડોળીયા 

ટાઇપિંગ. ✍🏻 નાગાજણ ગઢવી જામનગર 9537384637 મેસેજ કોપી કરતી વખતે મારા નામ અને નંબર રેવા દેજો🙏🏻🙏🏻


@⁨Nagajan Gadhvi⁩