.........લોકગીત.....
વાસળી વગાડે કુંવર કાન
ઢાળ..ખમ્મા મારા નંદજી ના લાલ.
એ વાંસળી વગાડે કુંવર કાન.
ગોપીયુ ના દિલડા દઝાડે...ટેક
ગોપીયુ જગાડી વાલે વાંસળી વગાડી.
વાસળી ના સૂર સંભળાય.
ગોપીયુ ના દિલડા દઝાડે.
એ વાંસળી વગાડે કુંવર કાન.
ગોપીયુ ના દિલડા દઝાડે.
રાસ રમે રંગમાં ને રાધાજી ના સંગમાં.
ગોપીયુ ની સંગે રમે રાસ.
ગોપીયુ ના દિલડા દઝાડે.
એ વાંસળી વગાડે કુંવર કાન.
ગોપીયુ ના દિલડા દઝાડે.
એક એક ગોપી સંગે એક એક કાન છે.
સોળસો ની સંગે રમે કાન.
ગોપીયુ ના દિલડા દઝાડે.
એ વાંસળી વગાડે કુંવર કાન.
ગોપીયુ ના દિલડા દઝાડે.
નંદ બાવા નેહડા મા નજરે નિહાળતા.
જશોદા ને જઈ કરો જાણ.
ગોપીયુ ના દિલડા દઝાડે.
એ વાંસળી વગાડે કુંવર કાન.
ગોપીયુ ના દિલડા દઝાડે.
ઈસરા ગાવે ને હરિરસ હરિ સાંભળે.
ઈસરા નો દાસ પ્રવીણ ગાય.
ગોપીયુ ના દિલડા દઝાડે.
એ વાંસળી વગાડે કુંવર કાન.
ગોપીયુ ના દિલડા દઝાડે.
..રચીયતા..
*બાટી પ્રવીણદાન બી. ગઢવી*
નિવૃત પી. એસ. આઈ. ( રાજકોટ)
0 Comments
Post a Comment