આજ પૂછુ તને પાળિયા રે...
તારા દલડા કેરી વાત રે...
પાદર માં કેમ ખોડાણાં....?
સિંદૂરે કેમ રંગાણા...?
વાર ચઢી જે દિ ગામ'મા રે..
અને બુંબીયા વાગ્યા ઢોલ રે..જે દિ બુબીંયા વાગ્યા ઢોલ...
ખાંડા ના ખેલ ખેલાણા...
તેથી અમે આંઈ. ખોડાણાં..
હવે ઝાઝું મને પૂંછમા રે...
કવિ કરવા દે વિશ્રામ રે....કરવા દે વિશ્રામ..
સેંથી ના સિંદૂર ભૂંસાયા...
તે થી અમે આંઈ રંગાણા....
ટાઈપિંગ-કેનિલ મકવાણા【બોટાદ】
Post by - Charan sahitya
0 Comments
Post a Comment