*અમારા શાયર મેઘાણી :- પીંગળસીભાઈ ગઢવી*

Javerchand meghani ni janm jayanti


માત સરસ્વતી મીટ માંડીને જોતી કોઈ દુલારો , 

સત્યભાખી નિર્ભય નિર્વ્યસની કોણ ઉપાસક મારો , 

બાવલ બેટડો જોઈ બગસરે હૈયા માં હરખાણી , 

અમર લોક થી આવ અમારા શાયર મેઘાણી .


 ભેખ ધરી ભમતો'તો ક્યારેક સંતો મં તો સંગે , 

ક્યારેક ઝુલ્લાં વાંકડ્યિાનાં લાલ કસુંબલ રંગે ,

 ક્યારેક લઈ ખંભામાં કોની કરતો'તો ઉઘરાણી , 

અમર લોક થી આવ અમારા શાયર મેઘાણી . 


ગામે ગામે ફરતો કરતો વાતો મીઠી મજાની , 

સૌ જનને સાંભળતો ગાતો ગીતો કરતો લહાણી , 

કરતો હતો તનતોડ પાલી પીધાં ઘર ઘર પાણી , 

અમર લોક થી આવ અમારા શાયર મેઘાણી . 


ગીરા કંદરા ઘોર પહાડે ગાંડો તુર થઈ ગાતો , 

સાવજ ને ચારણ કન્યાનું જુધ્ધ નિરખવા જાતો , 

ચૌદ વરસની ચારણ કન્યા જગપ્પા સી જાણી , 

અમર લોક થી આવ અમારા શાયર મેઘાણી . 


કોણ વે કોદાળી લઈને ધરતી પડ ઢંઢોળે , 

કોણ હવે સમશાન ગાવી ખપી ગયાં ને ખોળે , 

કોણ હવે કહેવાનો ગરવી ગૌરવ ભરી કહાણ , 

અમર લોક દી આવ અમારા શાયર મેઘાણી ,


 લોકગીતો નો લાડીલો ને લોક રદય માં રમનારો , 

મડદાંઓ ના મન મંદીર માં પ્રાણ હતો પુરનારો , 

આપી એણે સાવ અનોખી સોરઠ ની સરવાણી , 

શાયર ની દુનિયા માં માથે મુગટ હતો મેઘાણી .


 રચના :- પીંગળસીભાઈ ગઢવી 


ચારણત્વ બ્લોગ પર જોવા માટે :-

http://charantva.blogspot.com/2020/08/blog-post_28.html