સોનલ તારા નામ થી ધંધા કરે હજાર,
ખોટી નીતિ મન માં, તો સિદ ને બેડો પાર,
ગાડીએ ગાડીએ નામ લખાવે, ને ચીતરે છબિયું ચાર,
બોલ્યું એક પાળે નઈ, તો સિદ ને બેડો પાર,
જે મુખે તારું નામ લિયે, એજ મુખે મદિરા ધાર,
જીવ હત્યા થી પેટ ભરે, તો સિદ ને બેડો પાર,
ધન, દોલત ને પૈસા કાજે, ભાઈયું પર કરતા વાર,
ખોટી કમાણી થી ઘર ભરે, તો સિદ ને બેડો પાર,
સમજો ચારણ શાન માં, ધરો આઇયુના ધ્યાન, વિપત વેળા એ જ આવશે, ને કરશે બેડો પાર..
0 Comments
Post a Comment