▪️ *Congratulations* 



▪️ *ચારણ પ્રતિભા મેગેઝિન દ્વારા દિકરીઓને સન્માનવા એક અપુર્વ વેશભૂષા સ્પર્ધા શરુ કરવામાં આવેલ છે, જેમા દર મહિને બન્નેં ગૃપમાં ત્રણ શ્રેષ્ઠ વેશભૂષા એન્ટ્રીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે. વર્ષના અંતે મહિનાનાઓની શ્રેષ્ઠ એન્ટ્રીઓ પૈકી ત્રણ શ્રેષ્ઠ એન્ટ્રીઓને વર્ષ 2021ની સર્વશ્રેષ્ઠ વેશભૂષા ધોષિત કરવામાં આવશે અને આ ત્રણેય એન્ટ્રીને મળશે રોકડ ઇનામ તેમજ પ્રમાણપત્ર..* 


▪️ *ચારણ પ્રતિભા મેગેઝિનનો આ સ્પર્ધાનો હેતુ દિકરીઓ જે જોગમાયાના બાળ સ્વરુપ સમાન છે તેમની ગરીમા વધારવાનો છે.* 


▪️ *આ સ્પર્ધા શરુ થયાને બે મહિના થયાં છે, આ સ્પર્ધામાં ગુજરાતભરની સેંકડો ચારણ દિકરીઓ ભાગ લઇ રહી છે.*


▪️ *ચિ, પ્રગતી ગઢવીની ઉપરની સુંદરતમ વેશભૂષા બહુજ કુદરતી, પુર્ણ અને આકર્ષક છે. કનૈયાની આ વેશભૂષામા વાલીઓ દ્વારા બહુજ ઝીણી બાબતોનો ધ્યાન રાખવામા આવેલ છે. મોરપીંછ, પાઘડી, તીલક, ગળાની માળા તેમજ બાજુબંધ, વસ્ત્ર સાથે સાથે બંસરી ... આ બધા સાધનો આ વેશભૂષાને શ્રેષ્ઠ વેશભૂષા બનાવે છે.*


▪️ *સર્વ શ્રેષ્ઠ તેમજ સુંદર વેશભૂષા બદલ ચિ, પ્રગતીને ખુબ ખુબ અભિનંદન..* 🌹


  ✍.. દશરથદાન ગઢવી 


 (ચારણ પ્રતિભા મેગેઝિન)