▪️ *Congratulations..*

મારી ઢીંગલી વેશભૂષા સ્પર્ધા 2021


▪️ *મારી ઢીંગલી વેશભૂષા સ્પર્ધા 2021*


▪️ *ચારણ પ્રતિભા મેગેઝિન દ્વારા જોગમાયાના બાળ સ્વરુપ ચારણ દિકરીઓને સન્માનવા માટે ઉપરોક્ત વેશભૂષા સ્પર્ધા શરુ કરવામાં આવેલ છે. આ સ્પર્ધામા દર મહિને ઉ,વ 1 થી 5 તેમજ ઉ,વ 6 થી 11 એમ બે ગૃપમા દિકરીઓની વેશભૂષા સ્પર્ધા યોજાય છે. બન્નેં ગૃપની ત્રણ શ્રેષ્ઠ એન્ટ્રીને મેગેઝિન દ્વારા પ્રમાણપત્ર આપવામા આવશે તેમજ વર્ષાંતે ત્રણ શ્રેષ્ઠ એન્ટ્રીને ઇનામી રાશીથી પણ સન્માનિત કરવામાં આવશે.*


▪️ *ઉપરોક્ત વેશભૂષામા દિકરી સાક્ષીબા આબેહૂબ માં જગતંબા લાગી રહ્યા છે. માથે મુકુટ અને હાથમા ત્રીશુલ સાથે સાથે તમામ દૈવિય આભૂષણો તેમણે ધારણ કર્યા છે.*


▪️ *ઓગસ્ટ માસમા આવેલ એન્ટ્રીઓમાં ચિ, સાક્ષીબાની વેશભૂષાને આપણી નિર્ણાયક બહેનોએ શ્રેષ્ઠ વેશભૂષા ધોષિત કરેલ છે, જે બદલ ચિ, સાક્ષીબાને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ..*


✍.. દશરથદાન ગઢવી