*"ભાવ ભક્તિ અને સેવા નો ત્રિવેણી સંગમ -: આઇ શ્રી ગંગા માં-કોડાય"*

આઇ શ્રી ગંગા માં-કોડાય


  કચ્છ ના માંડવી તાલુકા મા આવેલ કોડાય ગામ અને એ ગામ ની નજીક ચારણ જગદંબા આઇ માં ગંગા માં નુ આશ્રમ...સેવા,સતસંગ, ભજન ભાવ અવિરત જયા પ્રવાહ વહે છે એવુ રડીયામણુ આઇ માં નુ ધામ.. 


ગરીબ, દિન દુખ્યુ મા ના આશ્રમે થી કયારે ખાલી હાથ નથી ગયુ..આવનાર ભાવિકો ભકતો ના મા પોતાના હાથે રસોઈ બનાવી જમાડે એવી મા ની નિખાલસતા..


આઇ માં નુ જીવન એકદમ સાદુ સરળ આઇ માં નો આદરભાવ લાગણી એટલી કે જયા કચ્છ ગુજરાત અને બહાર ના ભાઇઓ આઇ મા પાસે આવી ભજન સતસંગ કરતા..આઇ માં ગંગા માં ના આશ્રમે આવનાર ભાવિકો રોકાઇ શકે એ માટે ખુબ સારા રુમ નહાવા ધોવા ની સગવડ પણ કરવા મા આવી છે...


અવિરત મા પાસે સેવકો ની આવન જાવન થાતી રહે છે આઇ મા સૌ ને મીઠો આવકાર આપી કહેતા..ભા આવ્યા આયો ત પ્રસાદી ગેની ને વેજા ભલા,બેટા આરામ કજા ભલા"આવા અમ્રુત ભર્યો શબ્દો તો મે ખુબ સાંભળ્યા છે આઇ મા ના મુખે...


આઇ શ્રી ગંગા માં પ્રસિદ્ધિ થી ખુબ જ દુર રહી અવિરત દિન દુખ્યા ની સેવા અને આવનારા ભાવિકો ને ભાવ આદર આપી એક ચારણ જગદંબા તરીકે આઇ પરંપરા ની ઉજળી જ્યોત ઝળહળતી રાખી છે...


     પુજ્ય આઇ માં ગંગા માં ના ચરણો માં કોટી કોટી વંદન...


     

   *નોંધ:ટાયપિગ મિસ્ટેક હોય તો ભુલ સુધારી વાંચવા વિનંતી...*


                               *લેખ..*

         *વાલજી ગઢવી સમાઘોઘા કચ્છ*

          *(શ્રી સોનલ સંકલ્પ અભિયાન)*

                    *9638536510*