પાકિસ્તાનમાં આવેલ વચ્છરાજ દાદા મંદિર 

પાકિસ્તાનમાં આવેલ વચ્છરાજ દાદા મંદિર
Play video


પાકિસ્તાનમાં આવેલ થરપારકર જિલ્લાના ડીપ્લો તાલુકાના ઓનેહરિયો ગામમાં વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદાનું ભવ્ય પ્રખ્યાત મંદિર આવેલું છે!

    પાકિસ્તાન સ્થિત હિન્દુઓ માટે આસ્થાનું કેન્દ્ર વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદાનું મોટું ધામ ઓનેહરિયો ગામમાં આવેલું છે. જ્યાં વર્ષોથી મેળો ભરાય છે અને દાદાના મેળાની ઊજવણી થાય છે. હજારો ભક્તો દાદાના સાનિધ્યમાં માથું ટેકવે છે અને ભક્તિભાવ કરે છે!પાકિસ્તાનમાં આવેલ આ મંદિર વિશે મંગલસિંહ રાઠોડ જણાવે છે કે અમારે વડીલોના કહેવા મુજબ ઓનેહરિયો (ઓનહેરયો) ગામમાં વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદાનું ધામ આવેલું છે ત્યાં લોકવાયકા અનુસાર વર્ષો પહેલા જ્યારે  વચ્છરાજ સોલંકી વીર વાછરાદાદા હિંગળાજ માતાજીની જાત્રા કરવા ગયા હતા ત્યારે તેમની સાથે મોટા પ્રમાણમાં લોકો હતા અને દાદા અહીંયા રોકાયા હતા!ત્યારે ઓનેહરિયો (ઓનહેરયો)ગામની આસપાસના જે ગામ આવેલા છે ત્યાં રાજપૂત લોકોની ખુબ મોટા પ્રમાણમાં વસ્તી હતી! ત્યારે આસપાસના લોકોએ ખુબ સેવા કરી હતી!

      વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદા એ રાજી થઈ ને વચન આપ્યું કે મારી દુવા તમારી સાથે રહેશે અને તમારી દુઃખ ની ઘડીમાં તમે મને યાદ કરજો તો હું તમારા બધાજ દુઃખ દૂર કરીશ એવુ વચન આપેલું અને આજે પણ ત્યાના હિન્દુઓ કહે છે કે વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદા ને આજે પણ દુઃખની ઘડીમાં જો યાદ કરીએ છીએ તો અમારા દુઃખ દૂર થઈ જાય છે!  

 વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદા ધામની આસપાસમાં હાલે હિન્દુઓમાં રાજપૂત જ્ઞાતિ તેમજ અનુસૂચિત જાતિ અને ભીલ જ્ઞાતિના ગામ આવેલા છે જેમાં સોલંકી પરીવારમાં શ્રી ખેંગોજી સોલંકી ગાદીપતિ હતા અત્યારે તેમના પુત્ર શ્રી ભાગોજી સોલંકી ગાદીપર બિરાજમાન છે અને ગાદીપતિ છે!

       અનુસૂચિતજાતિમાં વાણિયા શાખ છે જેઓ વછરાજ દાદાની સેવા કરે છે જેમને ત્યાં પીર બુહારિયા તરીકે ઓળખવામાં આવે છે! અને ભીલ જ્ઞાતિમાં એક શાખ છે જેમને ત્યાં ખાક્યાં તરીકે ઓળખવામાં આવે છે!જેઓ પણ દાદાની હાલે સેવા કરે છે!

પાબૂજી રાઠોડ સાથે ભીલ પણ હતા જે ખુબ મોટો ઈતિહાસ જોડાયેલો છે!વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદા નો મેળો ભાદરવા મહિનામાં ભરાય છે.જ્યાં શ્રી દાનોજી દોદા સોઢા ના પુત્ર ભુરોજી દોદા સોઢા ધૂપ અને પૂજા કરે છે અને ભુરોજી સોઢા પહેલા ત્યાં જે પૂજારી હતા તેઓ બકરાની બલિ ચડાવતા હતા!

   વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદા ધામમાં અત્યારે એ બલીપ્રથા બંધ છે શ્રી વછરાજ સેવા મંડળ રાજપૂત બિરાદરી તરફ઼થી મેળાના દિવસે મોટો ભંડારો કરવામાં આવે છે!આ મેળો વર્ષો થી ચાલુ છે અને આ મેળો એક દિવસ માટે હોય છે આખો દિવસ  મેળામાં સત્સંગ ભજન કીર્તન ચાલુ હોય છે!વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદાનો મોટો ચમત્કાર એ છે કે આ આસપાસના વિસ્તારમાં કોઈ ને   કૂતરા કરડે કે નાગ કે કોઈ ઝેરી જીવજંતુ  કરડે તો લોકો વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદા  ધામમાં આવે છે અને દાદાનો ધૂપ કરી ને તેની ચપટી ખાખ ખાય છે અને આજે પણ વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદા નો ચમત્કાર છે કે તરત બધું મટી જાય છે અને કૂતરું કરડ્યું હોય તો ક્યારેય હડકવા ઉપડતો નથી જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી અને અહીંયા તો આજે વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદા પુરાવા આપે છે!વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદા ધામ ખાતે મેળામાં હિન્દુઓ મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને મેળામાં અનેક રમતો પણ રમાય છે હવે તો ત્યાં મોતનો કૂવો નાના મોટા ચકડોળ તેમજ અશ્વ દોડ અને મબલાખડો યોજાય છે જે મેળામાં આકર્ષણનું કેન્દ્ર હોય છે!

        વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદાધામ પાકિસ્તાનમાં અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર આવેલું છે જ્યારે આપણે મૂળ સ્થાનક કચ્છના નાના રણમાં આવેલ વચ્છરાજ બેટમાં વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદા ધામ આવેલું છે ત્યારે થોડા સમય પહેલા પાકિસ્તાન સ્થિત આ વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદા ધામના ફોટો વાયરલ થયા હતા અને ફોટો ઉપરથી લાગતું હતું કે આ ફોટો પાકિસ્તાનના છે પણ આ મંદિર ક્યાં આવેલું છે ? તેનો શું ઈતિહાસ છે ? એ બધી બાબતોથી આપણે બધાજ અજાણ હતા અને ઉસ્તુત્કા પણ હતી જાણવાની અનેક દાદાના ભક્તો ને આશ્ચર્ય થયું કે પાકિસ્તાનમાં દાદાનું મંદિર છે અને આવડો મોટો મેળો ભરાય છે અને અહીંયા આપણે લોકો અજાણ હતા મને આ બાબતમાં મારા પરમ મિત્ર અને વચ્છરાજ દાદાના ભક્ત સૂરુભા ચાવડા પલાસવા વાગડ જેમણે મને જણાવ્યું કે ગમે તેમ થાય આ બાબતમાં માહિતી મેળવો અને વિગતવાર લખો જેથી અનેક દાદાના સેવકો પાકિસ્તાનમાં આવેલ વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદા મંદિર થી પરિચિત થાય જે મે બીડું ઉપાડ્યું અને આજે આપ સમક્ષ દાદાની કૃપાથી રજૂ કર્યું છે!


વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદાના ચરણો મા કોટી કોટી વંદન

✍️ મહાદેવ બારડ વાગડ

 9714834223