Happy birthday...
*ચારણ સમાજની વર્તમાન પ્રતિભાઓ કે જે વિવિધ ક્ષેત્રોમાં દાખલારુપ કામ કરીને સમાજને ગોરવ અપાવી રહી છે, તેમા એક નામ છે.. આદિત્ય ગઢવી.*
*ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકર અને જાણીતા કથાકાર તેમજ સંગીત અને નાટ્ય કળા અકાદમી, ગુજરાતના પૂર્વ ચેરમેન શ્રી યોગેશભાઈ બોક્ષાના પુત્ર છે. આદીત્ય ગઢવી.*
*આદિત્યભાઈને એમના પિતા દ્વારા વારસામાં જ લોક સંગીત, ગાયકી અને સાહિત્ય મળેલુ છે.*
*" મોર ના ઈંડા ચીતરવા ના પડે "* *એ કહેવતને યથાર્થ કરતા હોય તેમ આદિત્ય ગઢવીએ પણ તેમના પિતાની જેમ સંગીત- ગાયન કળા ક્ષેત્રે બહુ જ મોટું નામ કર્યું છે.
થોડા સમય પહેલાજ આદિત્ય ગઢવીને ગુજરાતની ખુબજ જ સફળ એવી હેલ્લારો ફિલ્મ માટેના બેસ્ટ મેલ પ્લેબેક સિંગર તરીકેનું એવોર્ડ મળ્યું છે. આ ફિલ્મમાં આદિત્યને – સપના વિનાની આખી રાત... ગીત માટે ગુજરાત સ્ટેટ ફીલ્મ એવોર્ડ ૨૦૧૯ આપવામાં આવ્યું છે.
બહુ જ ટૂંકા ગાળામાં મળતી આવી ઉબ્લ્બ્ધીઓ એ વિશેષ પ્રતિભાની ઓળખ આપે છે. તેમની ધન્ય ધરા ગુજરાત શ્રેણી, જે ગુજરાત ટુરીઝમ ખાતા દ્વારા બનાવેલ આ શ્રેણીના તેમના તમામ એપિસોડને લોકોએ મન ભરીને માણ્યા છે તેમજ વખાણ્યા છે. આ શ્રેણીમાં ચારણ કન્યા હોય કે નમીએ ગીરનારને, ખમ્મા ગીરનારને.. આ બધા એપિસોડને યુ ટ્યુબ પર પણ લાખોમા વ્યુ મળ્યા છે.
ગત શિવરાત્રી પર ભારતના પ્રસિદ્ધ ધર્મગુરુ સદગુરુ ઇસાના આશ્રમ પર એમણે આપણા ગુજરાતી લોક સાહિત્યને એકદમ નવા જ સુફી અંદાજમા રજુ કરીને લાખો લોકોના દિલ જીતી લીધા હતા.
આદિત્ય ગઢવીની ગાયકીની પણ વિશેષ ખાસિયત છે તેમનો ગળો બુલંદ છે તેઓ સ્વર્ગસ્થ હેમુ ગઢવી પછીના એક માત્ર બુલંદ અવાજના ગાયક બની ઉભરી રહ્યા છે.
ગુજરાતના વિશેષ પ્રતિભા સંપન્ન આ કલાકારનો આજે જન્મદિવસ છે, તેમના જન્મ દિવસ પર તેમને હાર્દિક શુભકામનાઓ તેમજ તેમના પર માતાજીની કૃપા સદૈવ બની રહે અને તેઓ હજુ પણ વધુ સફળતાના શિખરો સર કરે એવી શુભેચ્છાઓ..
● દશરથદાન ગઢવી, થરાદ
▪️▪️▪️▪️◾▪️▪️▪️▪️
0 Comments
Post a Comment