જામ સાહેબને માથુ આપનર બંને અડિખમ આહિર
#રામ_આપા_ગાગીયા #મસરી_આપા_ગોજીયા
વાઘાભાઈ નીલા નામનો ચારણ જામ સાહેબની કચેરીમા
દાતારી અને શુરવિરતા અમીરાતની વાતુ કરે છે, એમા થાતા થાતા આહિરની વાત આવી એટલે
જામ સાહેબે કિધુ કે બધુ હતુ હવે નો હોય આ કળીયુગ છે.
હવે તમને કોય આહિર માથુ આપે તો લયાવો અને
ચારણે કિધુ હવે આ કચેરીમા તયે આવું જ્યારે માથુ આપનાર શૂરવીર આહિર મળે અને જામ-ખંભાળિયા પાસેનુ
વિજલપર ગામ રામભાઈ ગાગીયા નામના અડાભીડ
આહિર તેની ઘેરે ગયા મેમાન હતા એટલે ડાયરો વાળુ
કરવા બેસતા હતા એમા ચારણ ને આવતા જોયા
એટલે કે આવો આવો ચારણ વાળુ કરવાજ બેસી જાવ,
ચારણ કે વાળુ તો કરુ પણ વચન આપો હુ જે
માગુ ઈ દેહો
તો બેસુ રામભાઈ કે મારુ વચન છે બેસો વાળુ કરવા
પછી સવારે ચારણે કિધુ મામા તમારૂ માથુ જોયે છે,
અરે ચારણ માથુ મારે ક્યા કોયનુ ઉશીનુ લેવુ હમણા
ઉતારી દવ એમાસુ એમ નય હાલો જામનગર
જામ સાહેબની કચેરી મા તમારુ માથુ ઉતારી લેહે તો હાલો
પણ રામભાઈ ગાગીયા ની ત્યા કોઠાવિશોત્રીના
મસરીભાઈ ખીમાભાઈ ગૌજીયા મેમાન હતા એણે કીધું, માથુ જામ સાહેબને મારે પણ દેવુ છે જામ સાહેબને ખબર પડે
આહિર માથુ આપે એમનય પણ આહિરને ત્યા મેમાન હોય ઈ પણ માથુ આપી દે અને ચારણને
પોરહના પલા સુટવા મૈડાણા,
વા આહિર સાબાસ આહિર
ઈ આયવા જામ સાહેબ ની કચેરી મા અને ચારણે કિધુ
લ્યો જામ સાહેબ તમે એક આહિર નુ માથુ કિધુ હતુ
પણ આ બે આહિર ના માથા લયાયવો છું, ઉતારી લ્યો
જામ સાહેબે કિધુ માથા દેહો બેય આહિરે કિધુ હવે
જાજી વાતુ કરોમા અને ઉતારી લ્યો અમારા માથા
તાતો ચારેક પલા જાટકિન જામ સાહેબ ઉભા થઈ ગયા
બેય આહિર અને ચારણ ને બથમા ભરી લીધા અને કિધુ
હુ તો ચારણનુ પારખુ કરતો હતો પણ આજ પણ આવા
આહિરો છે એનું મને ગૌરવ છે
તમારા જેવા આહિર ના માથા ઉતારુ ને તોતો
મારુ હાલાર દાતાર વગરનુ થયજાય
0 Comments
Post a Comment